LIFE UNDER THE SKIN, STRENGTH OF THE SKIN


BENEFITS OF FRUIT AND VEGETABLE PEEL

 

Eating fruits and vegetables unpeeled can truly increase your nutrient intake. Fruit and vegetable peels are rich in several nutrients, including fiber, vitamins, minerals and antioxidants. Consuming the peel with the pulp can boost your total intake of these nutrients.

ફળો અને શાકભાજીની છાલ ઉતાર્યા વગર ખાવાથી તમારા પોષક તત્વોનું પ્રમાણ સાચી રીતે વધી શકે છે. ફળ અને શાકભાજીની છાલ ઘણાં પોષક તત્વોથી સમૃદ્ધ છે, જેમાં ફાઇબર, વિટામિન, ખનિજો અને એન્ટિઓકસીડેન્ટનો સમાવેશ થાય છે. ગર્ભ (પલ્પ) સાથે છાલનું સેવન કરવાથી આ પોષક તત્ત્વોના તમારા કુલ વપરાશમાં વધારો થઈ શકે છે.


Actinidia deliciosa (Kiwi – કીવી)


Kiwi peel is high in flavonoids, antioxidants and vitamin C. Its bark contains 2 times more fiber.


કીવીની છાલમાં ફ્લેવોનોઇડ્સ, એન્ટિઓકસીડેન્ટ અને વિટામિન C વધુ પ્રમાણમાં હોય છે. તેની છાલમાં 2 ગણું વધારે ફાયબર હોય છે.





Citrus Fruit (ખાટ્ટા ફળો)


Citrus fruits such as lemons and oranges have more vitamin C in the peel than its juice and fruit. The flavonoids in its bark protect against cancer. The bark is also rich in Vitamin B6, Potassium, Magnesium. But feels bitter to eat. So, you can grate it and add it to yogurt, ice cream or salad and eat it.


ખાટ્ટા ફળો જેમ કે લીંબુ, નારંગીની છાલમાં વિટામિન C તેના રસ અને ફળની સરખામણીએ છાલમાં વધુ હોય છે. આની છાલમાં રહેલું ફ્લેવોનોઇડ્સ કેન્સરથી બચાવે છે. છાલમાં વિટામિન B6, પોટેશિયમ, મેગ્નેસિયમ પણ ભરપૂર હોય છે. પણ ખાવામાં કડવા લાગે છે. જેથી છાલ ને છીણીને દહીં, આઈસ્ક્રીમ કે સલાડમાં નાખીને ખાઈ શકો છો.





Citrullus lanatus (Watermelon - તડબૂચ)


Watermelon peel contains citrulline. Which is beneficial for heart diseases and immunity. So, you can eat it by making pickles or vegetables.


તડબૂચની છાલમાં સિટ્રોલિન હોય છે. જે દિલની બીમારીઓ અને ઇમ્યુનિટી માટે ફાયદાકારક છે. જેથી તમે આનું અથાણું કે શાક બનાવીને ખાઇ શકો છો.





Cucumis sativus (Cucumber - કાકડી)


Cucumbers are high in nutrients such as fiber, potassium and antioxidants. Which keeps digestion good. Cucumber also has more vitamin K in the skin. Which helps the body absorb proteins.


કાકડીમાં વધારે ન્યુટ્રીઅન્ટસ જેમ કે ફાયબર, પોટેશિયમ અને એન્ટિઓકસીડેન્ટ છાલમાં હોય છે. જે પાચન સારું રાખે છે. કાકડીમાં રહેલું વિટામિન K પણ છાલમાં વધુ હોય છે. જે શરીરમાં પ્રોટીન એબ્સોર્બ કરવામાં મદદ કરે છે.






Daucus carota subsp. Sativus (Carrot - ગાજર)


Most of the nutrients found in carrots are found just below the skin. It is rich in β-carotene. Which converts to Vitamin A and keeps the eyes healthy. Also removes the effect of sun on the skin.


ગાજરમાંથી મળતા સૌથી વધારે ન્યુટ્રીઅન્ટસ છાલની એકદમ નીચે હોય છે. તેમાં બીટા કેરોટિન ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વિટામિન A માં કન્વર્ટ થઈને આંખોને હેલ્ધી રાખે છે. સાથે જ સ્કિન પર તડકાની અસરને પણ દૂર કરે છે.






Mangifera indica (Mango – કેરી)


Mango peel is rich in omega – 3 and 6. It also contains Quercetin antioxidant. Which Protects against various diseases such as osteoporosis, lung cancer and cardiovascular disease.


કેરીની છાલમાં ઓમેગા-3 અને 6 ભરપૂર પ્રમાણમાં હોય છે. આમાં ક્વસેટિન એન્ટિઓકસીડેન્ટ પણ હોય છે. જે, ઓસ્ટીયોપોરોસિસ ફેફસાના કેન્સર અને રક્તવાહિની રોગ જેવા વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. 





Malus Domestica (Apple – સફરજન)


Apple peel contains fiber and 4 times more vitamin K. Which helps to remove blood clots. Removing the apple peel does not obtained vitamins A and C. Quercetin in the bark protects against the antioxidant respiratory disease. However, before eating, including the peel, make sure that there is no wax on it.


સફરજનની છાલમાં ફાયબર અને 4 ગણું વધારે વિટામિન K હોય છે. જે બ્લડ ક્લોટ દૂર કરવામાં મદદ કરે છે. છાલ કાઢી દેવાથી વિટામિન A અને C મળતું નથી. છાલમાં રહેલું ક્વસેટિન એન્ટિઓકસીડેન્ટ સ્વાસની બીમારીથી બચાવે છે. જોકે છાલ સહિત ખાતાં પહેલાં ખાતરી કરી લો કે તેની પર વેકસ (મીણની પરત) તો નથી ને. 




Musa acuminate (Banana – કેળા)


Banana peel is high in fiber and potassium. The tryptophan found in it relieves depression. Banana cannot be eaten with the peel, so they can be eaten by making vegetables or roasting chips in the oven.


કેળાની છાલમાં ફાયબર અને પોટેશિયમ વધારે હોય છે. તેમાથી મળતું ટ્રિપ્ટોફેન ડિપ્રેસનને દૂર કરે છે. કેળાને છાલ સાથે ખાય શકાતું નથી, જેથી તેનું શાક બનાવીને કે ઓવનમાં રોસ્ટ કરી ચિપ્સ બનાવીને ખાઈ શકો છે. 



Solanum melongena (Brinjal- રીંગણાં)


Brinjal has a purple color due to the Antioxidant nasunin. This protects the body from cancer in the brain and nervous system. Eating this also reduces the effects of aging.


રીંગણાંમાં રહેલું નેસોનિન એન્ટિઓકસીડેન્ટને કારણે તેની છાલ જાંબલી રંગની લાગે છે. આ બોડીને મગજ અને નર્વસ સિસ્ટમમાં થતાં કેન્સરથી બચાવે છે. આને ખાવાથી ઘડપણની અસર પણ ઓછી થાય છે. 




Solanum tuberosum (Potato – બટાકા)


Potato peel contains 7 times more calcium and 17 times more iron. Peeling removes nutrients and fiber by up to 90%. The beta carotene in the bark regulates digestion and the immune system.


બટાકાની છાલમાં 7 ગણું વધારે કેલ્શિયમ અને 17 ગણું વધારે આયર્ન હોય છે. છાલ કાઢી નાંખવાથી તેમાં રહેલાં ન્યુટ્રીઅન્ટસ અને ફાયબર 90% સુધી ઘટી જાય છે. છાલમાં રહેલું બીટા કેરોટીન પાચન અને ઈમ્યૂન સિસ્ટમ ઠીક રાખે છે. 




Comments

Popular posts from this blog

Must fact about Barmasi (Sadabahar)

Medicinal Properties of the Neem

Interesting fact about Turmeric (Haldi)