Posts

Showing posts from May, 2021

પુરાણો સાથે જોડાયેલ અવનવા વૃક્ષની વાતો

Image
  સ્કંદ પુરાણમાં એક અદ્ભૂત શ્લોક છે. अश्वत्थमेकम् पिचुमन्दमेकम् न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान् । कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च. पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।   अश्वत्थः = પિપળો पिचुमन्दः = લિમડો न्यग्रोधः = વડ વૃક્ષ चिञ्चिणी = આમલી कपित्थः = કોઠા (કવિટ) बिल्वः = બિલિ आमलकः = આમળા आम्रः = આંબો उप्ति = છોડ લગાવવા અર્થાત :- જે કોઈ આ વૃક્ષોના છોડનું રોપણ કરશે , તેમની દેખભાળ કરશે તેને નર્કના દર્શન નહીં કરવા પડે. આ શીખામણનું અનુસરણ ન કરવાના કારણ આપણે આ જ એ પરિસ્થિતિના સ્વરુપમાં નરકના દર્શન થઈ રહ્યાં છે. હજી પણ બગડ્યું નથી , આપણે હજી પણ આપણી ભૂલ સુધારી શકીયે છીએ.   પીપળને  વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. એ સબંધમાં શાસ્ત્રોમાં એક શ્લોક છેઃ मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच!! पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते!! અર્થ ઃ- પીપળો ,  વડ ,  લીમડો આદિનું વૃક્ષારોપણ કરવામાં આવશે ત્યારે ભારત દેશ પ્રદુષણમુક્ત થશે. આપણે આપણા સંગઠિત પ્રયાસોથી જ આપણા ભારતને નૈસર્ગિક આપદાઓથી બચાવી શકીશું અને નૈસર્ગિક પ્રાણવાયુ મેળવ...